કવિ
રમે છે
ભમે છે
નમે છે
ગમતીલા ને ગમે છે
ભટકે છે
અટકે છે
છટકે છે
લટકે છે
ખટકે છે,
કટકે કટકે લડે છે
પડે છે,
ઝઝૂમે છે
ફળે છે
સળવળે છે
ટળવળે છે
થનગને છે
મેહ કેરી મઘમઘે છે
ચરે છે
ફરે છે
પરે છે
ડરે છે
જરે છે
વિચરે છે,
વિચારે છે,
વિચારો ના વમળ માં વિચરે છે,
હળે છે
મળે છે
કળે છે
ભળે છે
છળે છે
વળે છે
રળે છે
પળે પળ બળે છે, ઢળે છે,
ઊતરે છે
ચડે છે
નડે છે
રડે છે
જડે છે
ઝૂડે છે, ગુમે છે,
આમ તેમ આંટાફેરા કરે છે
ભાગે છે
જાગે છે
તાગે છે
વાગે છે
જાણે (છે)
લાગે છે,
કવિ કવિતા લખવા સિવાય બધું કરે છે,
નો કરવાનું
સઘળું કરે છે
કરવાનું
બધું છોડે છે
ખબર નઈ
કવિ શું કરે છે?
ચકાસો અલ્યા ઓય
કવિ શું નો કહી ને પણ, કહે છે