Monday, 19 September 2016

એક વાર દિલ થી સાંભળી ને તો જુઓ !!

તમે શું જુવો છો ?
એક નઝર આમ પણ ફેરવી ને તો જુઓ 

તમે શું સાંભળો છો ?
એક કાંન દઈ ને તો સમજો 

તમે શું બોલો। ..છો ?
બે ઘડી મૂંગા રઈ ને તો જુઓ 

તમે શું દોડો  છો ?
થોડો સમય થંભી ને તો જુઓ 

તમે શું માન ભૂખ્યા થાવ છો ?
કોઈ ની પીઠ થાબડી ને તો જુવો 

તમે શું કળા કરો  છો ?
એક વાર કલાકાર બની ને તો જુઓ 

તમે શું વિચારો  છો ?
એક વાર મન ની બારી ઉઘાડી ને તો જુઓ... 

તમે શું સમજો  છો ?
એક વાર દિલ થી સાંભળી ને તો જુઓ !!