આજે કરીએ, અત્યારે કરીએ
કાલ પર ન છોડીયે
કામ કરીએ, કાજ કરીએ
વાતો પર ના રહીએ
મેહનત કરીએ, મશ્કત કરીએ
નસીબ પર ના છોડીયે
પ્રયોગો કરીએ, પ્રયોજનો કરીએ
ભૂલો નો ભય ના રાખીએ
જીવી લઈએ, જીવંત રહીએ
ફરિયાદો ના કરીએ
હસી લઈએ, હસાવી લઈયે
ઉદાસી ના રાખીએ
ફરી લઈએ, ચરી લઈએ
કર્મ થી ના ભાગીયે
લડી લઈએ, રડી લઈએ
પડી ના રહીએ
મોજ કરીએ, મજા કરીએ
રોજ કરીએ કરવાનું કરીએ
કારીગરી કરીએ, કવિતાઓ કરીએ
કૈક કૈક કરિયે :)