Friday 15 January 2016

Poetry Time :]

એમાં મારે શું?

ઋતુ ઓ બદલાઈ રહી છે, એમાં મારે શું?
કળી ગુલાબ બની રહી છે, એમાં....
પંખી ઓ કલરવી રહ્યા છે, એમાં....
પહેલી બુંદ મોતી બની રહ્યું છે, એમાં....

ચીસો સંભળાય રહી છે, એમાં મારે શું?
પાન ખરી રહ્યું છે, એમાં....
લડી - લડી ને કોઈ રડી છે, એમાં....
ચેતન જડ બની છે, એમાં....

ટેબલ નીચે હાથ જઈ રહ્યો છે, એમાં મારે શું?
મદદ માટે હાથ વ્યસ્ત છે, એમાં....
ચાલાકી વખણાય રહી છે, એમાં....
લક્ષ્મી રૂપિયા બની રહી છે, એમાં....

વૃધાશ્રમો હાઈ ટેક બની રહ્યા છે, એમાં મારે શું?
દીકરી માલ કહેવાય રહી છે, એમાં....
સંબંધો માં સંક્ષિપ્તતા આવી રહી છે, એમાં....
અભિમાન ની લીટી વધી રહી છે, એમાં મારે શું?!


p.s. - sometimes after writing poem, I wonder is this written by me ! ;) :p 

Clouds - વા-દળો

Wonder wonder keep wonder!!
Whenever I saw this pictures it makes me think that nature is beyond our thinking. 
Same way our ideas, Imagination and Thinking is like clouds too. :p
It is fun to watch this Hide n seek. I went crazzzzy to click this. 
There is no control on such things like this clicks, thinking, acting, writing and so on...
My hands go on n on for writing such topic, which is matter wandering too :D
so keep wOndeR and go crAzy for your passion ;] !