Monday, 25 April 2016

ગુંજારવ

નીકળ્યો છું શોધ માં 

નથી આજે કોઈ રોષ માં 

એકલો છું ભીડ માં 

એમ સમજી તું તોડ માં,


તારી રીતે હાંક માં 

કલાકાર ને તારી કિંમતે  આંક માં 

ઊછર્યો છું હું પણ લાડકોડ માં 

નથી હું કેહવાતી હોડ માં,


કુદરત ને માણવા નું નથી ચૂકતો બસ માં 

લાગણીઓ નથી રાખતો વશ માં 

અંજાતો નથી ઝગમગાટ માં 

રહું છું ખીલખીલાટ માં 



ખુશ છું અંતર ના ઉજાસ માં 

લાગે છે। .... છું હું હોશ માં