ઉપયોગ
ચાલો કરીએ આજે માણસ નો ઉપયોગ કરી, પૂરો કરી,
તમે તો બહુ સારા છો, અલગ છો
તમેં તો બત્રીસ ગુણી, છત્રીસ ગુણી
તમારા જેટલું કોઈ ના કરે, કોઈ ના કરે
ચાલો। . .. માણસ નો લાભ લઈએ ભરપુર લઈએ,
તમે તો મહાન છો, વહાણ છો, જાદુગર છો
તમારું સ્થાન સૌ થી ઉપર છે, ઊંચું છે
તમેં તો બહું નાદાન છો, ભોળા છો,
તમારા જેટલું કોઈ ને ના આવડે કઈ ના આવડે
ચાલો। . .. માણસ નો લાભ લઈએ ભરપુર લઈએ,
તમે તો બવ, કરો બવ કરો
સમય સાચવો, સમય સાચાવો
કેટલું વિચારો, સારું વિચારો, સાચું વિચારો,
હસ્તી છો, બહુ ખ્યાતનામ છો
ચાલો। . .. માણસ નો લાભ લઈએ ભરપુર લઈએ,
તમેં બુદ્ધિશાળી છો, તમને બધું આવડે ,
તમને બધું ફાવે, તમે કયો મ થાય,
તમે તો આ ને તમે તો તે
કરો કરો વખાણ કરો ખાણ માં નાખો। .
ચાલો। . .. માણસ નો લાભ લઈએ ભરપુર લઈએ,
માણસ માણસ રમત રમીએ। .!!