Monday, 28 May 2018

નદીઃ River Bifurcation

હું અને તું ખળખળ વહેતી દ્વીપવતી 
ખડખડ હસતી 
અફાટ પ્રેમ કેરો પ્રવાહ વહેવડાવતી 
હું ને તું  .... તું ને હું
અગાઢ વરસતી 
લખો પથ્થર ને પ્રેમ થી ભીંજવતી 
ને ખુદ તીક્ષણ ઘા સહેતી 
હું ને તું ખળખળ વહેતી શૈવલિની  ,
સલૂણી સવાર થી  
સામી સાંજ ના રંગો કંડારતી 
હું ને તું ટહેલતી ,
મહેકતી સુગંધી 
ખોબલે ને ધોબલે રેલાતી 
મોજ થી કુદરત કેરો પાલવ બીછાવતી 
હું ને તું 
પ્રતિબિંબ રંગતી 
વણથંભ્યો પ્રવાહ આલેખતી
 એવી તે મધુરી 
ભર બપોરે રુદિયા ની ટાઢક વાહિની  
હું ને તું। ....,
ઋતુઓ બદલાતી
તડકો છાંયો મેઘો વગર ફરિયાદ એ માણતી 
હું ને તું નિર્ઝરિણી 
દોસ્તી યારી પ્યારી ખીલાવતી
નિહાળતી।.......
મ્હ્યાંલા ઢંઢોળતી, જગાડતી  
હું ને તું ખળખળ વહેતી, સમીપે રહેતી ....
થનગનતી તરતી,
તારતી હિમાઆરતી 
ઝળહળતી, ખળખળ વહેતી તરંગિણી