ઘરો નું ઘર આ મોટું ઘર, સૌનું ઘર,
મારું-તારું ને અમારું બનાવતું, ભેગા થાઈ હસાવતું,,
નાના મોટા ને સમાવતું, ઘડી દર ઘડી યાદ આવતું,,
રોટલા, ઓટલા,ચોટલા,ખાટલા બોલાવતું, ઘર અમારું માનવંતુ,,
ઉનાળે ફળિ માં જમવાનું, નળીયા ની ઠંડી પણ સહેવાનું,,
નાની બેઠક , ઓસરી , રૂમ કે મેળા માં આડા ઉભા ગોઠવાવાનું,,
ઘર આ ન્યારું, અનેરું, પ્યારું, દુલારું,,
મહાકાળી ની પાણીપુરી, વેજાભાઈ ની થાબડી,,
ગરમ ચોરાફડી-ચટણી, સુતરફેની, છેલ્લે પર્યાની પટ્ટી,,
ખીચુ ,અથાણાં ને ઢોકળી ના ધખારા, લચ્છી ના લબકરા,,
તીખા મમરા ના સિસકારા, ભરતા ખાંડ ના બુકડા,,
કામ ના કરી ભાગલા , ટાંકા ના પાણી સૌ ઉલેચતા,,
રાડારાડી ને દેકારા, કોઈ કોઈનું ના સાંભળતા,,
વાત કરતા લાગતા જગડતાં, વારે તહેવારે ભેગા ને ભેગા,,
તહેવારો અહીં ના ખાસ છે ,ગરબી ના રાસ છે,,
મેળા સાતમ- આઠમ ના, જાગરણ, મોળાકાત થયા બધાના,,
રંગોળી ની ભાત છે, સ્વામિનારાયણ ના જાપ છે,,
પાડોશી ની રાવ છે, કે છોકરાઓ ના ત્રાસ છે,
રીટા-ફૈબા ની ધાક છે, પણ એ જ આપણી આશ છે , હાશ છે,,
કબૂતર, ઉંદરડા ના વાસ છે, સૌની સમાનતા માટે ઘર પ્રખ્યાત છે,,
જ્યાં તારા- મારા છે પોતાના, મોટેરા આ ઘર મોટું રાખવાના,
ઘણા ઘણું કહેવાના, મતભેદ તો રહેવાના,
રુઠવાના, માનાવાના બા ના અરમાન બધા ને ભેગા રાખવાના,,
દિલ થી દિલ જોડવાના, પગ ધરતી પર લાવવાના,,
મોટા ઘરે રહેવાના, સપના સાકાર થવાના,,
કેટલું લખું, જેટલું ભૂલું, કદી ના વિસરૂ,
ઘર આ મોટેરું અમારું,,