Friday, 13 August 2021

કલમ ની ધાર

તપાસીએ, કલમ ની ધાર તો અકબંધ છે ને, (2)

..લાગે તો છે હજી કટાણી નથી, 

હાથ રંગ માં રંગાય ગયા ને, છાપ છોડી ગયા,

કે શ્યાહી હાજી સુકાણી નથી..

વિચારો તો છે દરિયા જેટલા, વિશાળ, ઊંડા,

ને એને વળી સપાટી પાર આવવું નથી..

કોણ જાણે ક્યાં ખૂણા માં રહ્યું છે.. 

કે કોણ જાણે ક્યાં સુખદ ખૂણાં માં અટકાયું છે!

વળી લાગે ક્યારેક, એનાથી ત્યાં રેહવાતું પણ નથી..

આજે નીકળે, કાલે નીકળે, નીકળું નીકળું કરે.. બે શબ્દ,

લાગે, એમ તો એને ઝટ નીકળવું પણ નથી,

લખાઈ છે તો ઘણું, કેહવું પણ છે થોડું ઘણું,

પણ લાગે, શબ્દો ને હજી રેલાવું નથી,

બહાર નીકાળવું કપરું છે, વાલીડા,

પણ હવે તો વાટ જોવાતીએ નથી,

પછી વિચાર આવ્યો, આ તો એ કળા છે સાહેબ,

જેને ફટફટ ઝટપટ મંડાવું નથી,

ઘણી વાર લાગે કે, સઘળું ઠાલવી જ દેવું છે,

ઘણી વાર લાગે કે, સઘળું ઠાલવી જ દેવું છે,

પણ અણી ના સમયે જ, એને ઠલવાવું પણ નથી..

કોશિશ તો ઘણી કરી, મઝધારે આવ્યા,

પણ તોય એને એના સમય પેલા મહાલવું નથી..

કલમ ને શ્યાહી ના રસ કેરું તરબોળ થઇ ડૂબવું છે,

શબ્દો ને મધ-દરિયા ને, નિશબ્દો ના મોજે હિલોળાવું છે,

પલકવાર માં, ડૂબી-તરી ને એને તો કિનાર દેખાવું પણ નથી..

વિહ્વળતા તો ઝળકે છે થોડી પ્રસ્તુતિ ની,

પણ ઉતાવળે એમ અલેખાવું પણ નથી      

કૌતુકઃ હશે તમને, 

કૌતૂક હશે તમને કે, છે કરવું શું !!

એમ સઘળી ભાન આવી જાય જો (2) ભલા માણા, 

તો તો એને અટકાવું જ નથી   

કહી દઉં ખાનગી માં એટલું કે, (2)

મનરૂપી કલમ ને કળવું, લાગે એટલું સહેલું નથી.. 

લાગે એટલું સેહલું પણ નથી..

એ તો છે પર, અલગેરી,

એને તો એના ટંક પેલા ટંકાવું નથી..

જયારે લાગે કે હવે ટીપાઇ ટીપાઈ ને થઈ ધારદાર, સચોટ છે,

ત્યાર પેલા એને રંગ મંચ પર રંગાવું પણ નથી.

આ તો એ કળા છે, (2)

જેને સોળે કળા એ ખીલ્યા વગર ખિલવું નથી..(2)

કે જી, તપાસાઈ કલમ ની ધાર..

જે હજી કટાણી નથી, કે શ્યાહી હજી સુકાણી નથી..