Thursday, 5 May 2016

ZoooooooOom in to the GlitteR World :p

Colourful, shiny, chunky, funky, and cranky world ;) 
Full of life, live and joyful days 
Have a happy Days to all :D

Wednesday, 4 May 2016

મેઘ ને માણીએ

વાદળો કે કળા થઈએ 
મેઘધનુષ્ય નાં રંગે રંગાઈએ 

ભીની માટી ની ફોરમીએ 
જાજુ ભીંજાય ને હરખાઈએ 

પક્ષી ઓં ના કલરવે 
ફૂલોની પંદળી ના મોતીબિંદુએ 

હરિયાળી પર ની ઝાકળે
 વરસાદી માહોલ ને જાણીએ 

વીજળી ની ગર્જનાએ 
ઓંસબિંદુ ના ટીપે ટીપે 

શેરી માં વહેતા ખળખળ જળે 
કુદરત નું આ સુમધુર સંગીત સાંભળીયે 

નાના થઇ હોળી તરવીયે 
લગતા કાદવે રમતો રમીએ 

મેઘ ને માણીએ 

ગરમા - ગરમ ચટપટી વસ્તુઓ ઝાપટીએ 
કે ચા - કોફી ની ચુસ્કીએ 

સ્વજનો સાથે ની ગોષ્ટીએ 
બારીમાં થી આમ નાઝારીયે 

રીમઝીમ વરસાદ સંગે ચાલીયે 
દ્વિચક્રી માં પાણી ઉડાડીએ 

એ જ વાત કે આવા માહોલ માટે 
થોડી ફુરસત કાઢીએ 

ઘણું માણીએ, ટહેલીયે   

જાઆઆઆઆઆઅજુ  ભીંજાયે, પલળીયે, નાચીએ, કુદીયે 

મેઘ ને લૂચ્ચો ના કહેતા 
આ કુદરતી બક્ષિસ નો અભાર વ્યક્ત કરીએ