Saturday, 7 November 2020

કિરીટ દાદા

 કિરીટ દાદા/કાકા/મામા (હરિ પ્રસાદ ભટ્ટ)


પ્રભાવ શાળી વક્તા, 

હસતાં હસાવતા,

વાક ચાતુર્ય માં ઝળહળતા, 

શેરબજાર નું જ્ઞાન આપતા,


સ્કૂટર પર ટહેલતા, રાજકોટ ફરતા, 

સોનેરી કિરણ થી ઝગમગતા, 

ગોપાલ - કિશન ઘર દીપાવતા,

દેવેશી પર વહાલ વહેવડાવતા 

ભાઈ-બેન ની મીટિંગ ભરતા, 

ઘણા બધા ને નયન નયન કહેતા,

રસોડું ધ્રુજાવતા, 


અનેરી સોડમ મહેકાવતા, 

આજે પંચ મહાભૂત માં વિલીન થતા, 

પરંતુ, 

આવા કિરીટ દાદા આપડા, પોતાની છાપ છોડતા, 

હમેશાં આપણી યાદો માં, રહેતા,...

🙏🏻✨🙏🏻

Monday, 30 December 2019



जड़े  मज़बूत होनी चाहिए
फुलीफली हरियाली होनी चाहिए ,

डट के खडनेका होंसला चाहिए 
मौसम सा मेहकना चाहिए ,

सौर किरण से रोशन होना चाहिए 
पेड़ पौधों सा छाँव होना चाहिए ,

आंधी - तूफ़ान तो आने है 
उसके ऊपर उठना चाहिए ,

Sunday, 11 August 2019

પરે ઉડવું છે


ઉડવું છે, ઉડવું છે ઊંચે ઉડવું છે, હા... બસ એટલે ઊંચે ઉડવું છે,
હવા ની આ લહેર સાથે લહેરાવું છે, 
આંખ મીંચી ને આ પળે પળ ને અનુભવું છે 
અહેસાસ, અનુભૂતિ, આહલાદ્ક છે 
મન  ભરી ને  ખોબલે ને ખોબલે માણવું છે,
સમય હજી હાથ માં છે અહેસાસ જ કાફી છે,
ઝાકમઝોળ માં બે ઘડી થંભી ને આ જાણવું છે 
માટી ની ભીની ફોરમ એ ફોરમવું છે,
વાદળો ની સાથે છૂપાછૂપી રમવું છે
સૂર્યોદય થી સૂર્યાસ્ત ના રંગે રંગાવું છે,
પ્રકૃતિ ના પરાક્રમ નું પ્રેક્ષક બનવું છે 
અહીં તહીં ઉડવું છે ઉડવું છે ઉડવું છે, 
મન મૂકી ને ઉડવું છે.....