Friday, 18 March 2016

પંખી બની

મુક્ત ગગને પાંખો ફેલાવી, પંખી બની 
રંગબેરંગી ફૂલો ને ચુટીએ, પંખી બની 

સંગાથે કે એકલા વિહરિએ, પંખી બની 
આકાશ માં ટોળા થી ભાતો રચીએ , પંખી બની

કલરવ ગણગણાવીએ, પંખી બની 
વ્રુક્ષો ના કાપતા માળા બનાવીએ, પંખી બની 

પિંજરે ન બંધાતા, 
ઉડી પંખો પર વિશ્વાસ રાખી, પંખી બની 

સુરજ - ચાંદ - સિતારા સાથે સત્સંગ કરી, પંખી બની
ઋતુ ઋતુ ની મજા માણીએ, પંખી બની

પળે પળ પવન સામે હસતા હસતા ઝઝૂમીએ, પંખી બની
લહેર થી ખેતરો વાળી એ લહેરાઈએ, પંખી બની 

મુક્ત થઇ ને વિહરિયે , ઉડીએ, , પંખી બની  

No comments:

Post a Comment