ચાલવું છે બધા ને રસ્તે, જોવા છે નઝારા રસ્તે,
ઠેબા ખાવા છે એજ રસ્તે,
અચાનક! ગમતા ને મળી જવાઈ છે રસ્તે,
ન ગમતા પણ જેલવા પડે છે રસ્તે, :p
ફરવું છે રસ્તે,
કમાઈ લેવું છે ઘણું રસ્તે,
ખરીદવું છે પણ એજ રસ્તે,
રાતના રોશનીએ ઝુમવું છે, દોસ્તો સંગ મસ્તે
છુટા પડી ને જવું છે પણ એજ રસ્તે,
ખાણી-પીણી ના જલસા છે, રસ્તે
દવાઓ ને દવાખાના પણ છે, રસ્તે
ઘરો છે, રસ્તે
ઘરડા ઘરો પણ છે આજ રસ્તે,
શાળાઓ છે રસ્તે (ગોખણીયા )
કલાકારો ના અડ્ડાઓ પણ છે રસ્તે,
પતંગિયા ની રંગીનતા છે રસ્તે, વ્રુક્ષો ની ઘટાઓ પણ છે રસ્તે,
વહેતા પાણી ની છટા ઓ છે રસ્તે,
પક્ષીઓ નો ચહેકાટ છે રસ્તે, જુઈ ની મહેકાટ છે રસ્તે,
સપ્તરંગી દુનિયા છે રસ્તે,
સુરજ ની રોશની ફેલાઈ છે રસ્તે
તારા ઓ તીલમિલે છે રસ્તે,
માણસો ના પગરવ છે રસ્તે,
બરાતો ના ધમાકા પણ છે રસ્તે,
ધર્મગુરુઓ ના મઠ પણ છે રસ્તે
ઠગ ગુરુ ના કેહવાતા આશ્રમ પણ છે રસ્તે,
ધર્મસ્થાનો છે રસ્તે,
ભગવાન પણ જડે છે અલૌકિક રસ્તે
નવી ભાત રચવા...
ચાલીયે એ અનંત અલૌકિક રસ્તે... :)
No comments:
Post a Comment