Thursday, 10 March 2016

સ્વાર્થ - Selfishness

સ્વાર્થ સ્વાર્થી ને તણાવી ગયો 
નિશ્વાર્થ-પણા નો અર્થ ભુલાવી ગયો 
પોતાનું જ અહિત કરતો ગયો। ..

મતલબ કાઢવા મતલબી થઇ ગયો 
ઝીંદગી નો મતલબ જ ઉડી ગયો,
અહમ અહમી બનાવી ગયો,
અજ્ઞાન ના અંધારે અંજાય ગયો,

ક્ષણ ની મોજ ઝુંટવી ગયો,
ખબર પડી કે પોતેજ લુંટાઈ ગયો,
સમય સરકી ગયો,

સ્વજનો નું હાસ્ય ભૂલી,
પોતાના અટ્ટહાસ્ય માં અટવાઈ ગયો,
સ્વાર્થી સ્વાર્થ માં જ રહી ગયો
નિશ્વાર્થ-પણા નો અર્થ ભુલાવી ગયો,,,...,,

No comments:

Post a Comment