આવો આવો આવો, ગાઓ ગાઓ ગાઓ, કેવી કદરૂપી, કાળી ને બેડોળ છે આ છોરી રે જોવો નઈ નઈ નઈ જોવો તોય દી બગાડે એવી આ છોરી,
આવો ગાઓ ગાઓ જાઓ જાઓ એના થી દૂર ભાગો ભાગો ભાગો..
મોઢા પર ખીલ ની રંગોળી ને ગાલ માં પડતા ખાડા
દર્શાવે હાડકા ની ખોડ, ઉપર થી કાળા કાળા તલ દર્શાવે કેટલો તો અંદર બાર નો મેલ અરર કેટલી ગાંધારી ગોબરી આ છોકરી
મોઢા પર તો જુવો વાળ કેટલા ને ક્યાં ક્યાં ગણ્યા ગણાઈ નહીં ને વિણ્યા વીણાય નહીં ને કાળા મસ,
ને માથા ના વાળ બરછટ, વાંકડિયા, કાળા ધોળા કાબરચીતરા ને કમેળ ની
આ છોકરી, હજી તો મોઢા પર જ ખામી અગણિત આગળ તો શું શું ગણાવું
અવાજ તો છે ગધેડા જેવો, ઘોઘરો ને, બોલ બોલ... ત્રાસ આપે કે મોઢું ખોલે ને એમ થાય પૈસા પડે એવી આ કર્કશ છોકરી, મોટી મોટી આંખો ને ઉંમર કરતાં લાગે મોટી એવી આ બુઢ્ઢી બાયડી બુઢ્ઢી આ છોરી
જુવો જુવો આ નમૂના જેવી છોકરી આ બુઢ્ઢી બોબડી બોબડી.. ગાઓ ગાઓ ગાઓ જોર થી ગાઓ કદરૂપી આ છોકરી