Friday, 18 March 2016

પંખી બની

મુક્ત ગગને પાંખો ફેલાવી, પંખી બની 
રંગબેરંગી ફૂલો ને ચુટીએ, પંખી બની 

સંગાથે કે એકલા વિહરિએ, પંખી બની 
આકાશ માં ટોળા થી ભાતો રચીએ , પંખી બની

કલરવ ગણગણાવીએ, પંખી બની 
વ્રુક્ષો ના કાપતા માળા બનાવીએ, પંખી બની 

પિંજરે ન બંધાતા, 
ઉડી પંખો પર વિશ્વાસ રાખી, પંખી બની 

સુરજ - ચાંદ - સિતારા સાથે સત્સંગ કરી, પંખી બની
ઋતુ ઋતુ ની મજા માણીએ, પંખી બની

પળે પળ પવન સામે હસતા હસતા ઝઝૂમીએ, પંખી બની
લહેર થી ખેતરો વાળી એ લહેરાઈએ, પંખી બની 

મુક્ત થઇ ને વિહરિયે , ઉડીએ, , પંખી બની  

Birds :)

Birds and the wires both are made for each other. :P
Mesh, Patterns, Style, Uniqueness all have patent.   

Thursday, 17 March 2016

એકબીજા ને ગમતા રહીએ ...


એકબીજા ને ગમતા રહીએ 

હરપળ હસતા રહીએ, 

ભગવાન ને ભજતા રહીએ, 

દિલ થી મળતા રહીએ, 

ખુશીઓ ફેલાવતા રહીએ, 

રોશની રેલાવતા રહીએ ,

દુખો ને ઉડાવતા રહીએ ,

દોસ્તો ને ચીડવતા રહિએ ,

રમતો થોડી રમતા રહીએ , 

પ્રેમ સામે ઝુકતા રહીએ ,

વટ ને તોડતા રહીએ ,

દુશ્મનાવટ ના છકકા છુડાવતા રહિયે , 

ક્ષણે ક્ષણ માણતા રહીએ , 

જાણવા જેવું જાણતા રહીએ। .